US: રેસ્ટોરામાં બાળકને સ્તનપાન કરાવી રહી હતી માતા, અચાનક વ્યક્તિએ કહ્યું....

અમેરિકાના બીજા સૌથી મોટા શહેર ટેક્સાસમાં એક અજીબોગરીબ ઘટના ઘટી. એક રેસ્ટોરામાં માતા પોતાના બાળકને સ્તનપાન (ફીડ) કરાવી રહી હતી. આ દરમિયાન ત્યાં બેઠેલા એક વ્યક્તિને આ જરાય ગમ્યું નહીં.

US: રેસ્ટોરામાં બાળકને સ્તનપાન કરાવી રહી હતી માતા, અચાનક વ્યક્તિએ કહ્યું....

ટેક્સાસ: અમેરિકાના બીજા સૌથી મોટા શહેર ટેક્સાસમાં એક અજીબોગરીબ ઘટના ઘટી. એક રેસ્ટોરામાં માતા પોતાના બાળકને સ્તનપાન (ફીડ) કરાવી રહી હતી. આ દરમિયાન ત્યાં બેઠેલા એક વ્યક્તિને આ જરાય ગમ્યું નહીં. તેણે મહિલાને ચહેરો ઢાંકી લેવા જણાવ્યું અને મહિલાએ ચાદર પોતાના ચહેરા પર નાખી દીધી. મહિલાએ તેની વાતનું માન રાખ્યું અને બાળકને સ્તનપાન કરાવતી વખતે ચહેરો ઢાંકેલો રાખ્યો. આ ઘટનાની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આ સાથે જ ચહેરો ઢાંકવાનું કહેનાર વ્યક્તિને ભરપૂર ટીકા થઈ રહી છે. લોકોનો તર્ક છે કે તે મહિલા કોઈ મુસ્લિમ દેશમાં નહતી. મહિલાને ચહેરો ઢાંકવા માટે કેમ જણાવાયું?

ડુડલેનું બાળક માત્ર 4 મહિનાનું
મહિલાનું નામ મેલેની ડુડલે છે. તેનું બાળક 4 માસનું છે. યાહુ લાઈફસ્ટાઈલના રિપોર્ટ મુજબ ડુડલેના ચહેરાને ચાદરથી ઢાંકવાની ઘટના અચાનક જ ઘટી. ડુડલેએ કહ્યું કે હું રજાઓમાં મારા પરિવાર સાથે ફરવા ગઈ હતી અને એક વ્યક્તિએ મને ચહેરો ઢાંકી લેવાનું કહ્યું. આમ તો હું સતર્ક રહુ છું પરંતુ તે સમયે અમે રેસ્ટોરાની પાછળની તરફ બેઠા હતાં. જ્યારે ડુડલેએ ચાદર નાખી તો તેના પતિએ તેની તસવીર લઈ લીધી. આ તસવીરને કેરોલ લોકવુડે શેર કરી. આ પોસ્ટને અત્યાર સુધીમાં 72000 લોકોએ લાઈક કરી છે અને 2,16,000 લોકોએ શેર કરી તથા 18000 કોમેન્ટ આવી છે. 

શું લખ્યું છે ફેસબુક પોસ્ટમાં
ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે મારા મિત્રની વહુને બાળકને ફિડ કરાવતી વખતે ચહેરાને ઢાંકવાનું કહેવામાં આવ્યું. અને તેણે આમ કર્યું પણ ખરું. હું તેને ક્યારેય મળ્યો નથી પરંતુ મને લાગે છે કે તેણે સારું કર્યું. આ પોસ્ટને પરમિશન પર જ શેર કરો. મેં આ પોસ્ટને પબ્લિક કરી છે. 

ઓસ્ટ્રેલિયન સાંસદે જાહેરમાં સંસદમાં કરાવ્યું હતું બાળકને સ્તનપાન
વર્ષ જૂનમાં ઓસ્ટ્રેલિયન સાંસદ લેરીઝા વાટર્સે સંસદમાં બાળકને સ્તનપાન કરાવતા પ્રસ્તાવ પાસ કરાવ્યો હતો. મહિલા સાંસદે ભરચક સંદનમાં પોતાની 8 માસની બાળકીને સ્તનપાન કરાવ્યું હતું. બાળકને સ્તનપાન કરાવતી વખતે જ તે સદનને સંબોધી રહી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news